આત્મવિશ્વાસ
ડો. જિતેન્દ્ર અઢિયા અને દિક્ષીતા મહેતા
યુવાનોમાં આત્મવિશ્વાસના આર્વીભાવને અનુમોદના આપતુ પુસ્તક 'આત્મવિશ્વાસ '
જો તમારે પૂરતા આત્મવિશ્વાસ સાથે જીવવું હોય તો આ ત્રણ બાબતો ઉપર ધ્યાન ન આપો : (૧) તમે કોને નથી ગમતા (૨) તમારાથી વધારે વસ્તુઓ કોની પાસે છે (૩) કોણ શું કરે છે-એરમા બોમ્બેકઃ
ડો. જિતેન્દ્ર અઢિયાના એક સફળ ‘માઈન્ડ ટ્રેનર' તરીકે તેમના સેમિનારો અને પુસ્તકો દ્વારા ગુજરાતી પ્રજા સારી રીતે ઓળખે છે. મેડિકલ ક્ષેત્રે ૩૦ વર્ષ સેવા આપ્યા બાદ તેમણે દુનિયાનું સૌથી પહેલુ ‘માઈન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ ' અમદાવાદમાં શરૂ કર્યુ. તેઓએ દુનિયાના ૩૦ જેટલા દેશોનો પ્રવાસ કર્યો છે. પુસ્તકના સહલેખિકા દિક્ષીતા મહેતા મનોવિજ્ઞાનના સ્નાતક છે. તેઓ બીજાના કોન્ફિડન્સને બિલ્ડ અપ કરી તેના જીવનમાં ઉજાસ લાવનાર બિલ્ડર બનવા માંગે છે. બન્નેના મતે સમાજની દ્રષ્ટિએ સફળ એવા લોકો પણ આત્મવિશ્વાસના અભાવે પોતાના જ્ઞાન અને આવડતનો પૂર્ણ અને યોગ્ય ઉપયોગ કરી શકતા નથી હોતા કેટલીકવાર તો તેમને માત્ર દિશાસૂચનની જ જરૂર હોય છે. સેંકડો માઈલ દોડીને આવેલો ઘોડો કૂવા સુધીના થોડા ડગલા પાર ન કરી શકે તો તરસ્યો જ રહી જાય કારણ કે કવો તો તેના સુધી નથી પહોંચવાનો? બસ આટલી જ સમજ ખુટતી હોય તે પુરી કરવાનું કામ આ પુસ્તક કરશે.
પુસ્તક કુલ ૩૦ પ્રકરણોમાં વહેંચાયુલ છે. દરેક પ્રકરણ તમારા આત્મવિશ્વાસને પૂર્ણ કક્ષાએ વિકસાવવાનું એક એક પગથીયુ છે. જેમાનુ એક પણ ચૂકી શકાય તેમ નથી. પ્રથમ પ્રકરણ આવુ કેમ થાય છે? તમને જણાવશે કે તમે તમારી નિષ્ફળતાઓથી તો પરિચિત છો જ પણ તેની પાછળના કારણોથી અજ્ઞાન રહેશો તો કયારેય તેનુ નિરાકરણ નહિ લાવી શકો. બીજા પ્રકરણ ‘રોજ-બ-રોજના આપણા અનુભવો'માં આપેલા ઉદાહરણો આપણને શીખવે છે કે આ બધુ તો અમનેય ખબર જ છે પણ તમે એ બધા તરફ આંખ મીંચામણા કરી ચલાવ્યે રાખ્યુ છે એ વાતનો સ્વીકાર કરવાની હિંમત ક્યાંથી લાવવી? તો વાંચજો ત્રીજુ પ્રકરણ કે, ‘અશકય' શબ્દમાં ‘શક્ય' શબ્દ છુપાયેલો છે. જેમા પોલિયોમાં પોતાના બન્ને પગ ગુમાવનાર પણ આત્મવિશ્વાસથી ભરપૂર હોવા માત્રથી અરબી સમુદ્ર તરી જનાર શ્રી વિનોદ દેસાઈનો પ્રથમ કિસ્સો વર્ણવેલ છે અને ત્યારબાદ છે ૨૦૧૧માં લૂંટારાઓએ ટ્રેનની બહાર ફેંકી દીધેલી અરૂણીમાં સિંહા, જેના બન્ને પગ ટ્રેન નીચે કપાઈ ગયા બાદ સવાર સુધીમાં બીજી ૪૯ ટ્રેન પસાર થઈ જવા છતા જિવીત રહી ગયેલ અને ચાર મહિના હોસ્પીટલમાં તેના પર ઘણા બધા ઓપરેશન કરાયા છતાં માત્ર બે જ વર્ષ... જીહાં બે જ વર્ષમાં ૨૧ મે ૨૦૧૩માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો ! ! જીવનમાં આગળ વધવા શું જોઇએ છે ? સમજાય ગયું ?
|