એક ટુકડો આકાશનો
દિનકર જોષી
કવિ નર્મદના જીવન પર આધારિત જીવનચરિત્રમૂલક નવલકથા
ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન યુગનો અરુણોદય નર્મદથી થાય છે. મધ્યકાળના મુખ્યત્વે ધર્મપરાયણ સાહિત્યને સંસારાભિમુખ કરવાનો નર્મદનો પુરુષાર્થ ઉલ્લેખનીય છે. સાહિત્યમાં આમૂલ પરિવર્તન લાવી વિવિધ ગદ્ય અને પદ્યના સ્વરૂપોની પહેલ કરનાર પણ નર્મદ છે. દિનકર જોષીએ નવલકથાની રચના માટે ત્રેવીસ પુસ્તકોનો આધાર લીધો છે.માત્ર ત્રેપન વરસના ટૂંકા આયુ-ગાળામાં ઓછામાં ઓછી ત્રેપન જિંદગી જીવી ગયેલા આવા એક પ્રતાપી પુર્વજના જીવન પર આધારિત આ એક નવલકથા છે.
|