Eklo Jane Re (Dr H L Trivedini Zindagima Baneli Satya Ghatna Par Adharit) by Dr. Sharad Thakar
એકલો જાને રે ….- ડૉ. એચ એલ ત્રિવેદીની જિંદગીમાં બનેલી સત્ય ઘટના પર આધારિત (નવલકથા)
– ડૉ. શરદ ઠાકર
લેખક ડૉ. શરદ ઠાકર તેમનાં પ્રાસ્તાવિક નિવેદનમાં (ડૉ. એ એલ ત્રિવેદીની સંધર્ષ ગાથા વિષે) લખે છે કે “શું આ બધું સાચું હોઈ શકે? ભ્રષ્ટાચાર અને કામચોરીથી ખદબદતા આ દેશમાં કોઈ એક મરદ માણસ આખી સિસ્ટમની વિરુદ્ધ દિશામાં ચાલીને, આટલો કપરો સંઘર્ષ ખેડીને, પોતાના આદર્શ સ્વપ્નને સિદ્ધ કરવા માટે ઝનૂનપૂર્વક લડતો રહી શકે ખરો?!? અને અંતે એ સફળ પણ થઈ શકે? અસંભવ!”
આ નિવેદન પછીના ૪૨૪ પાનામાં કોઈ થ્રીલર કથાની અદાથી આપણી સમક્ષ ડૉ. એચ એલ ત્રિવેદીનાં જીવનમાં બનતી રહેલી એક એક અવળી,અણધારી, તેમનાં મનોબળની તાકાતની સીમાઓને પડકારતી રહેતી ઘટનાઓ અને તેમાંથી નીકળેલા એટલા જ આશ્ચર્યજનક, સુખદ માર્ગોની તવારીખના પાનાં બદલતાં રહે છે.
|