GANTH CHHUTYANI VELA
'ગાંઠ છૂટ્યાની વેળા' - સત્યઘટનાત્મક નવલકથા
વર્ષા અડાલજા
'ગાંઠ છૂટ્યાની વેળા' એ નિતાંત નવલકથા છે. સત્યઘટનાત્મક નવલકથા છે. દસ્તાવેજી અહેવાલ નથી. પણ આદિવાસીઓ માટે જેમણે સેવાની ધૂણી ધખાવી છે તેવા ચુનીલાલ મહારાજના જીવનકાર્યને કેન્દ્રમાં રાખી આલેખાયેલ બાયોગ્રાફીકલ નોવેલ છે.
ચિ. બહેન વર્ષા, 'ગાંઠ છૂટયાની વેળા' પૂરું વાંચી ગયો. તેં એક નવું બારણું ખોલી આપ્યું છે. વાંચવાની મઝા આવી. ક્યાંક ક્યાંક કવિતાની કક્ષાએ ગઘ પહોંચ્યું છે... જો કે આવા લેખનમાં વાર્તાને બદલે દસ્તાવેજીપણું પણ આવી જાય છે. તારી કૃતિમાં આવું નથી બન્યું તેમ હું સમજું છું. તારો વિકાસ જોઈ હું અવશ્ય રાજી જ થાઉં છું. કારણ કે તેં રોહિણીને અવતરિત કરી મને પ્રસન્ન કર્યો હતો. તું તો હજુ ઘણુંય લખવાની, કલાની નવી નવી પાંખડીઓ ખીલવવાની.તમે બધાં મજામાં હશો. -- મનુભાઈના આશિષ.
|