Jindagi Jitvaani Jadibutti (Gujarati Translation of How To Win Friends and Influence People
જિંદગી જીતવાની જડીબુટ્ટી
- ડેલ કાર્નેગી
Gujarati Translation of How To Win Friends and Influence People
જીવનમાં જો સફળ થવું હોય તો સામી વ્યક્તિના રસના વિષયને જાણી એમાં દિલચશ્પી લેવી જોઈએ. સામેની વ્યક્તિમાં કોઈ કળા હોય તો એની પ્રશંસા કરવામાં આવે, માત્ર સ્વાર્થ કરતા એ વ્યક્તિ સાથે કશોક સૌજન્યનો સંબંધ છે એવી પ્રતીતિ કરાવવામાં આવે તો આપણી ચોમેર હકારાત્મક વલણનું હવામાન વધતું જશે.
- મિત્રો કેવી રીતે બનાવવા એ વિશે વિસ્તારથી માર્ગદર્શન આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. જીવનમાં પોતાના વ્યવસાયમાં અને કોઈ પણ કામમાં સફળ થવું હોય તો શું શું કરવું ?
અમેરિકાના એક પ્રખર વિચારક ડેલ કારનેગીના નામથી તો ભાગ્યે જ કોઈ સુજ્ઞા વાચક અજાણ હશે. એમણે લખેલું એક પુસ્તક - 'હાઉ ટુ વિન ફ્રેન્ડ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ' બાઇબલ પછી દુનિયામાં સૌથી વધારે વેચાતાં પુસ્તકોની યાદીમાંનું એક છે.
મિત્રો કેવી રીતે બનાવવા અને લોકોને કેવી રીતે પ્રભાવિત કરી અનુકૂળ મૂડમાં (રૃીજ મૂડમાં) લાવવા આ વિશે વિસ્તારથી માર્ગદર્શન આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. જીવનમાં પોતાના વ્યવસાયમાં અને કોઈ પણ કામમાં સફળ થવું હોય તો શું શું કરવું ? આ અંગેનું મુદ્દાસર માર્ગદર્શન લેખકે એમાં આપ્યું છે.
એ જ પુસ્તકમાં એક પ્રકરણ છે ઃ 'હાઉ ટુ ક્રિયેટ ધી યસ મૂડ'- સામેના માણસમાં હકારાત્મક વલણ કેવી રીતે પેદા કરવું ? કેમકે જીવનમાં, ધંધારોજગારમાં કે કોઈ પણ બાબતમાં સફળ થવું હોય તો આપણામાં એક એવી કળા હોવી જોઈએ, જેનાથી જ્યાં પણ જઈએ ત્યાં અનુકૂળ વાતાવરણ અને હકારાત્મક વલણનું હવામાન તૈયાર થઈ શકે.
... તો ડેલ કારનેગીનું કહેવું છે કે, કોઈ પણ વ્યક્તિની સામે જઈને, તમારે તમારું કામ કરવાનું હોય યા એને પ્રભાવિત કરી એના વિચારોમાં પરિવર્તન લાવવું હોય તો શરૃઆત કોઈ એવા મુદ્દાથી ન કરવી જેના કારણે એનું અને તમારું વ્યક્તિત્વ ટકરાય અથવા તો વિચારમાં મતભેદ ઊભો થાય. પહેલા બે- ચાર એવી વાત કરવી જે સામાન્ય હોય અને એ સાંભળીને એના મનમાં હકારનો ભાવ પેદા થાય. બે ત્રણ બાબતમાં 'હા' કહ્યા પછી એ જ માણસ તમારી ચોથી વાત કે જે એને જલદીથી સ્વીકાર્યનહીં હોય એનો પણ ઇન્કાર નહીં કરી શકે
જીવનમાં જો સફળ થવું હોય તો સામી વ્યક્તિના રસના વિષયને જાણી પોતે પણ એમાં દિલચશ્પી લેતા થવું જોઈએ. ઘણીવાર જે ઘરમાં આપણે જઈએ ત્યાં જો નાનું બાળક હોય તો એને પ્રેમથી બોલાવવામાં આવે, સામેની વ્યક્તિમાં કોઈ કળા કે ખૂબી હોય તો એની પ્રશંસા કરવામાં આવે, માત્ર સ્વાર્થ કરતા એ વ્યક્તિ સાથે કશોક સૌજન્યનો સંબંધ છે એવી પ્રતીતિ કરાવવામાં આવે તો આપણી ચોમેર હકારાત્મક (પોઝિટીવ) વલણનું હવામાન વધતું જશે
વત્સલ વસાણી
ડેલ કાર્નેગીની સમયની પાર ઉતરેલી મજબુત સલાહથી અગણિત લોકો પોતાની અંગત અને વ્યવસાયિક જિંદગીમાં સફળતાના શિખરે પહોંચ્યા છે।દાયકાઓ થી બેસ્ટસેલર પુસ્તક -How to Win Friends &Influence People નો આ સંપૂર્ણ અધિકૃત ગુજરાતી અનુવાદ છે। જિંદગી જીતવાની જડીબુટ્ટીમાંથી તમે શીખશો કે ....
1. તમારામાં નવા વિચારો, નવી ભાવના અને અભિલાષા પ્રગટાવશે.
2. તમને જલદીથી અને સહેલાઈથી મિત્રો બનાવવાની શક્તિ આપશે.
3. તમારી લોકપ્રિયતા વધારશે.
4. લોકોને તમારા વિચારના બનાવવામાં મદદ કરશે.
5. તમારી લાગવગ, પ્રતિષ્ઠા અને કામ કરવાની લાયકાત વધારશે.
6. નવા અસીલો – નવા ગ્રાહકો મેળવવા માટે શક્તિવાન કરશે.
7. તમારી કમાણી કરવાની તાકાત વધારશે.
8. તમને બાહોશ સેલ્સમેન – સારા કારભારી બનાવશે.
9. ફરિયાદોનો ઉકેલ લાવવામાં, વાદવિવાદ દૂર કરવામાં અને તમારો સામાજિક સંબંધ સરળ અને આનંદી રાખવામાં મદદ કરશે.
10. તમને સારા વક્તા અને આનંદદાયી વાતચીત કરનાર બનાવશે.
11. તમારા રોજના વહેવારમાં માનસશાસ્ત્રનાં સિદ્ધાંતોનો અમલ સહેલો બનાવશે.
12. તમારા સાથીઓમાં ઉત્સાહ વધારવામાં તમને મદદ કરશે.
|