Jindagi Sanjeevani (Set of 3 Books) (Novel) by Pannalal Patel
જિંદગી સંજીવની ( ભાગ 1 થી 3) ( લેખકના જીવનની આસપાસ વણાયેલી નવલકથા )
પન્નાલાલ પટેલ
પન્નાલાલ પટેલ ની જીવનકથા
શ્રી પન્નાલાલ પટેલે પોતાની જીવનકથાને નવલકથા સ્વરૂપે ત્રણ ભાગમાં આલેખી ગુજરાતી જીવનકથાઓમાં નોંખી ભાત પાડતી આ કૃતિ પન્નાલાલ પટેલને ચરિત્રનાયક તરીકે આલેખે છે ન્નલાલ પટેલની જીવનકથા નહીં! પણ, પન્નાલાલ નામે નવલકથા હોય એમ જ લાગે. બાળપણમાં પના નામે ઓળખાતા પન્નાલાલ પટેલના સમગ્ર જીવન ઝાંખી અહિ આલેખાઇ છે.
જીવનકથાની શુરૂઆતમાં જ પન્નાલાલ પટેલના ગામ માંડલીની વાત કરતાં કેવું નિરાળું ગદ્ય આપે છે જૂઓ: “....ગુજરાત સરહદે ઊભેલું છેલ્લું ગામ તે માંડલી...ગામ એટલે ખરેખર તળમલકનું ગામ. ધોળા પથરળી ટેકરીઓ, વાંકીટેઢી વાટ. સાપ-ચાલે ચાલતી સીમવગડાની કેટીઓ. વ્હોળાં-વાંઘાં જીવતાં વચ્ચે વચ્ચે ઢોળવે ને મેદાને લાંબાટૂંકાં ખેતરો- ટેકરીએ બેઠેલું ગામ ટૂંટીયું વળી ને બેઠેલાં કૂતરાં જેવું.માંડ પંદરવીસ ઘર.....ઘરમાં અનાજની કોઠીઓ- માટીની.એમાં ઝાઝાં તમસ ને આછાં તેજ. પણિયારાં અને અંધારિયાં તથા ધુમાડે કાળાં કજળેલાં રાંધણિયાં.....ભીંતે ખાટલા ને ફળિયે ગાલ્લાં. ગામમાં ઝાડવાં ઓછાં, સીમ- વગડોય લગભગ વેરાન....હજીયે જાણે છપ્પનીયા કાળનો દૂકાળ ઊઠ્યો નથી
ઇ.સ.1912 ના મે મહીનાની બારમી તારીખે હીરાબાની કૂખે જન્મેલો પના નામનો એક છોકરો, જીવનના વિવિધ રંગાનુભવોને સમયાંતરે સાહિત્યમાં ઢાળીને ગુજરાતી સાહિત્યને કેવા ઉત્તંગ શીખરે પહોંચાડે છે તેની જીવન-કથા અહીં આલેખાઇ છે. આ પનો એજ આપણા પન્નાલાલ પટેલ. પિતા ‘નાનશા’(નાનાલાલ ખુશાલદાસ)નું શિરછત્ર તો નાનપણમાં જ ગૂમાવેલું. પણ, નાનશાની વિદ્યાના સીધા સંસ્કાર જાણે કે પન્નાલાલમાં જ ઉતળ્યા હતા. હીરાબાના મુખે સાંભળેલી છપ્પનિયા દુકાળની વાતો ને માંડલી/રાજેસ્થાનમાં પ્રકૃતિ મેળાઓની સીધી અસર તેમના સાહિત્યમાં આલેખાયેલી જોવા મળે છે.
પન્નાલાલ પટેલનું બાળપણ ખટ-મીઠી વાતો ને અવનવા અનુભવોથી ભરેલું છે. સતત બાની આંગળી એ વળગેલા રહેતા પન્નાલાલને ‘બાવજી’ મેઘરજમાં ભણવા લઇ જાય છે. પ્રસંગોપાત ઇડરના રાજકુંવરે તેમના સુરિલા કંઠથી પ્રભાવિત થઇ ઇડરની છાત્રાલયમાં રહેવાની મફત સગવડ કરી આપેલી. ત્યાં ઉમાશંકરના સાનિદ્યમાં આવે છે. મેઘરજમાં ચાર ચોપડી સૂધીનો અભ્યાસ કરે છે. ‘બાવજી’ સાધુમાંથી સંસારી થતાં પન્નાલાલનો અભ્યાસ અંગ્રેજી ચોથા ધોરણથી અટકે છે. પરંતુ અનુભવ જગતની અમૂલ્યમૂડી એમના જીવનમાં સસત ઉમેરાતી રહે છે. એક વાત અહીં ચોક્કસ નોંધવી ઘટે કે જે ‘બાવજી’ પન્નાલાલને ભણવા લઇ જાય છે તે ‘….ભણવાનું તો ખૂદ બાવજી એ જ નંદવી આપ્યું હતું! ચોપડીઓ જેતે દાતાશેઠને પરત કરવાને બદલે બાવજીએ વેચી દઇને બેપાંચ રૂપિયા કમાણી કરી હતી. જેણે ભણતરની વાટ બતાડી હતી એણે જ એ વાટ આગળ વાડ કરી લીધી..... ને એનો વસવસો પન્નાલાલને આજીવન રહ્યો.
|