કમઠાણ- અશ્વિની ભટ્ટ
રાતના દોઢેકને સુમારે રઘલો એક મકાનના છાપરામાં ભગદાળું પાડીને , દોરડાને બેવડ મોભ સાથે બાંધીને કમરામાં ઊતરેલો. માથા પર હજુરિયો છોડીને, તેણે ગજવામાંથી ટોર્ચ કાઢી અને હજુરિયો તેના કાચ પર બાંધીને ઝાંખું અજવાળું કર્યું હતું.. ત્યારે તે ચોંકી ઊઠ્યો હતો...
જે ઘરમાં તે ઊતર્યો હતો તે ઇન્સ્પેકટર રાઠોડનું ઘર હતું... કંઈક દ્વિધામાં તે થોડી મિનિટો ઊભો રહ્યો... પછી નિર્ણય લીધો અને રાઠોડસાહેબનાં યુનિફોર્મ, પિસ્તોલ, ચંદ્રકો અને ત્રણ હજાર રૂપિયાની માલમત્તા ઉઠાવીને ફરાર થયેલો.
ઇતિહાસમાં તસ્કર જાતિ તરીકે પંકાયેલી જાતિના આ તસ્કરને પકડવા માટે રાઠોડસાહેબ અને પોલીસ પર શું વીતી તેની આ રહસ્ય અને હાસ્યભરી કથા છે.
|