KRUSHNAYUG by ASHWIN SANGHI
પાંચ હજાર વર્ષ પહેલાં, આ પૃથ્વી પર કૃષ્ણ નામના એક મહાન વ્યક્તિત્વનું આગમન થયું. એ નીલવર્ણા દેવને અંતિમ વિદાય લેતા જોઈને આખુંયે વિશ્વ ઘેરા શોકમાં ડૂબી ગયું, પણ જતાં જતાં એ મહાત્માએ વચન આપ્યું કે, કલિયુગમાં એમની જરૂર પડશે, ત્યારે એ જરૂર, આ પૃથ્વી પર પુનઃ અવતાર લેશે. આધુનિક યુગમાં, હવે એક છોકરાનો જન્મ થયો છે, જે ખુદને વિષ્ણુનો અંતિમ અવતાર, કલ્કિ હોવાનું માને છે. પણ એના હાથે તો એક પછી એક હત્યા જ થતી જાય છે. કૃષ્ણ, માનવજાતને જે અમૂલ્ય વારસો આપી ગયેલા, એ શું છે, ક્યાં છે, આ રહસ્ય શોધવા માટે હત્યારો ભગવાનના નામે જે યોજનાઓ કરે છે, એ થથરાવી દે એવી ભયાનક છે. પરંતુ પ્રાચીન રહસ્ય પર પડેલું તાળું ખોલવા માટેની કૂંચી, એમાં જ ક્યાંક છે, એની વાત આ રોમાંચક કથામાં છે. અચૂક વાચવા જેવું પુસ્તક!
|