Mahamanav Sardar (Novel)
મહામાનવ સરદાર - (નવલકથા)
દિનકર જોષી
જીવનકથનાત્મક નવલકથાઓ ગુજરાતી ભાષામાં પ્રમાણમાં બહુ જૂજ સંખ્યામાં લખાતી રહી છે. પ્રસ્તુત પુસ્તકને ઐતિહાસિક નવલકથાઓના વિભાગમાં મૂકી શકાય ઐતિહાસિક નવલકથામાં વ્યક્તિવિશેષ હોય છે.કથાનાયક હોય છે પણ એનું કેન્દ્રબિંદુ તત્કાલીન યુગ છે. એ યુગની સાંપ્રત ઘટનાઓ છે.આ નવલકથામાં સરદારના જીવનના જે અંશો આલેખ્યા છે એ પ્રધાનત: 1945-1950 વચ્ચેના જ છે.
આ નવલકથા 'મુંબઈ સમાચાર' દૈનિકની સાપ્તાહિક પૂર્તિમાં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઇ હતી.
|