મહર્ષિ વેદ વ્યાસ પ્રણિત શ્રી ગણેશ પુરાણ
Maharshi Ved Vyas Pranit Shri Ganesh Puran (Gujarati Book)
શ્રી ગણેશજીના સ્વતંત્ર રચેલા ગ્રંથો જે ‘ગણેશ પુરાણ’ અને ‘મુદગ પુરાણ’ કહેવાય છે.- મહાભારત આદિ પર્વ ૧/૭૪-૮૩માં છે કે બ્રહ્નાજીના કહેવાથી મહર્ષિ વેદવ્યાસે શ્રી ગણેશજીને મહાભારત ગ્રંથના લેખક બનવાની પ્રાર્થના કરી. જે તેમને ભગવાન વ્યાસ રચિત ‘પાંચમો વેદ-મહાભારત’ જેવો ગ્રંથ આપણને મળ્યો. ગણેશજી ઓમ્કારનું સાક્ષાત્ સ્વરૂપ છે. મેધાશક્તિ વધારવા માટે પણ તેમની ઉપાસના કરાય છે. હિન્દુ સમાજ પ્રથમ ગણેશજીને વંદન કરી શુભ કાર્યનો આરંભ કરે છે. તેમની કૃપા વિના કોઇ કામ સિદ્ધ થતું નથી. એવા શ્રીગણેશજીને અમારા વારંવાર વંદન
ગણપતિ ચારે દિશાઓના સ્વામી છે અને તેમની રજા વગર કોઇ પણ દેવતા કોઇપણ દિશામાંથી પ્રવેશ પામી શકતા નથી. એટલે કોઇ પણ શુભકાર્ય કરતા પહેલાં ગણપતિ પૂજન કરવામાં આવે છે. ગણેશ દિશાઓ ખોલે પછી બીજા દેવતા પ્રવેશ કરી શકે છે. કોઇ પણ મંગલકાર્ય કે દેવતાની પૂજા કરતા પહેલાં ગણપતિ પૂજન કરવામાં આવે છે. ગણેશ દિશાઓ ખોલી આપે પછી જે દેવતાની આપણે પૂજા કરવાની હોય તે પ્રવેશ કરી શકે છે. એને જ મહાગણપતિ પૂજન પણ કહેવાય છે. તેઓ ‘વક્રતુંડ’ કહેવાય છે. એટલે વાંકી સૂંઢ એવો અર્થ કર્યો છે. વક્ર એટલે આડે માર્ગે ચાલનારને સજા કરી સીધા માર્ગે લાવે છે માટે વક્રતુંડ. ‘એકદંત’- એક શૂળ(લાંબો) અખંડ હોવાથી કહેવાય છે. બીજો દંત તૂટેલો છે. ‘લંબોદર’ એટલે મોટું પેટ, તે આનંદસૂચક છે. ‘ભાલચંદ્ર’- ભાલ એટલે ભાલની ઉપરનું માથું. કળિયુગમાં ધૂમ્રકેતુ અથવા ધૂમ્રવર્ણ નામના ગણપતિના નામનો ચોથો અવતાર થવાનો છે અને તેઓ દુર્જનોનો નાશ કરશે એવું ભવિષ્ય પુરાણમાં વર્ણન છે
|