Buy Mansaina Diva Gujarati Book Written By Zaverchand Meghani Online at Low Prices
માણસાઈના દીવા - ઝવેરચંદ મેઘાણી
માણસાઈના દીવા’ (૧૯૪૫)માં લોકસેવક રવિશંકર મહારાજને મોઢે સાંભળેલી ચરોતરની ચોર-લૂંટારુ ગણાતી બારૈયા-પાટણવાડિયા કોમનાં માણસોમાં રહેલી માણસાઈને પ્રગટ કરવાની નેમ છે. ઝવેરચંદ મંઘાણીનો, ગુજરાતના ખેડા જિલ્લાની બારૈયા-પાટણવાડિયા કોમના બહાવટિયા-લૂંટારુઓનાં જીવન પર આધારિત પ્રસંગચિત્રોનો ગ્રંથ. આ પ્રસંગો-ઘટનાઓ લેખકે ગુજરાતના લોકસેવક રવિશંકર મહારાજના સ્વાનુભવ પરથી અને તેમના મુખેથી સાંભળીને આલેખ્યાં છે. મહારાજની ભાષા-શૈલીને પ્રસંગ-આલેખનમાં વણી લઈ અને પોતાનાં અંગત સંવેદનોને આલેખનમાં ભળવા ન દઈને લેખકે આ પ્રસંગચિત્રોને શક્ય તેટલું દસ્તાવેજી રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુનેગાર ગણાતી આ કોમની અંદર પણ માણસાઈનું તત્વ કેવું પડેલું છે એ પ્રગટ કરવા તરફ જેમ લેખકનું લક્ષ્ય છે તેમ એ કોમની માણસાઈને પ્રગટ કરતા મહારાજનું-ગાંધીપ્રભાવિત અહિંસક ને નિઃસ્વાર્થ લોકસેવકનું- વ્યક્તિત્વ ઉપસાવવા તરફ પણ રહ્યું છે.
|