નરેન્દ્ર મોદી અને ટાઈમ-મેનેજમેન્ટ - જ્યોતિકુમાર વૈષ્ણવ
Narendra Modi Ane Time Management (Gujarati) By Jyotikumar Vaishnav
માનનીય શ્રી નરેન્દ્રભાઈ સતત સફળતાના યશભાગી બનતા રહ્યા છે એનો હું વર્ષોથી સાક્ષી રહ્યો છું. એમને મળતી સફળતા ક્યારેય આકસ્મિક કે યોગાનુયોગ મળેલી સફળતા નથી હોતી. એમની પાસે સમયની પળેપળને પારખવાની અદભુત શક્તિ છે. ટાઇમ-મૅનેજમેન્ટના તેઓ વિશિષ્ટ જાદુગર છે.એમ કહેવાય છે કે ઘણી વખત ભાવિ સમસ્યાઓનું હલ વર્તમાનમાં જ છુપાયેલું હોય છે. જરૃર હોય છે માત્ર એક યોગ્ય દૃષ્ટિકોણની -દૂરંદેશિતાની. નરેન્દ્રભાઈમાં ભવિષ્યની સમસ્યાને વર્તમાનમાં જ ઓળખી કાઢવાની એક ઇશ્વરદત્ત અદભુત શક્તિ છે. આવતી કાલને વ્યાપક સંદર્ભમાં તેઓ આજે જોઈ શકે છે. અને એથી જ તો તેઓ વર્તમાન સંદર્ભમાં ઝડપથી ક્રાંતદર્શી કહેવાય એવા નિર્ણયો લઈ શકે છે.
ટૂંકમાં, સમયના પ્રવાહને પરખી તેને પોતાની રીતે અને પોતાની તરફ વાળી શકવાની અનોખી ક્ષમતા નરેન્દ્રભાઈ મોદી ધરાવે છે.નરેન્દ્રભાઈ સમયને મુઠ્ઠીમાં કેદ કરવાની કળાના કાબેલ કસબી છે. એમનો આ કસબ જ એમને આવતી કાલના સમયને વર્તમાનમાં ઝડપી લેવાની સૂઝ અને શક્તિ આપે છે.સમયનો વ્યય એમને બિલકુલ પસંદ નથી. સમયની પ્રત્યેક ક્ષણના પૂરેપૂરા મૂલ્યનો નિચોડ કાઢવો એમની મનગમતી વાત છે. એટલે જ ટાઇમ-મૅનેજમેન્ટના ગુરુ તરીકે એમનું સ્થાન નિર્વિવાદ પ્રથમ હરોળમાં છે.જ્યોતિકુમાર વૈષ્ણવનું આ પુસ્તક 'નરેન્દ્ર મોદી અને ટાઇમ-મૅનેજમેન્ટ' દરેક વર્ગના લોકો માટે દીવાદાંડી જેવું માર્ગદર્શક પુરવાર થશે એ નિઃશંક છે.
|