નેગેટીવ થિન્કિંગમાંથી કેવી રીતે બચશો
બ્રાયન ટ્રેસી
Negative Thinking Mathi Kevi Rite Bachsho?
Gujarati Translation of 'Kiss That Frog' By Brian Tracy
તમે ધણીવાર એવું અનુભવ્યું હશે કે, "...આવું મારી સાથે જ શા માટે થાય છે?' ધણી વખત આપણને અનુકૂળ પરિસ્થતિ ઊભી થતી નથી જેની પાછળનું મુખ્ય કારણ નૅગેટિવ થન્કિંગ અને નૅગેટિવ લાગણી હોય છે. મહત્ત્વનું એ નથી કે તમે ક્યાંથી આવો છો; મહત્ત્વનું એ છે કે તમારે ક્યાં જવું છે. જ્યાં સુધી તમે પોતે નહીં ઇચ્છો ત્યાં સુધી નૅગેટિવ થન્કિંગના શિકાર તમે નહીં જ બની શકો. મુશ્કેલીઓ તમને અવરોધવા નહીં પણ તેમાંથી રસ્તો કાઢવાનું પૉઝિટિવ બળ પૂરું પાડે છે. નૅગેટિવ લાગણીઓમાંથી બહાર નીકળી જવાનો સંકલ્પ જ તમારી `ગતિ'ને "પ્રગતિ'માં ફેરવી નાખશે. "જીવનમાં કશું જ સારું કે ખરાબ નથી હોતું, પણ આપણી વિચારપ્રક્રિયા જ એને "સારું' કે "ખોટું' તરીકે સ્વીકારે છે.'' શેક્સપિયરના આ વિધાનને ટાંકતાં લેખકોએ આ પુસ્તકમાં એવા સ-ચોટ ઉપાયો બતાવ્યા છે કે જે તમારા નૅગેટિવ વિચારોને બદલીને તમને પ્રત્યેક સંજોગોમાં પૉઝિટિવિટીનો અનુભવ કરાવશે.
|