સેવન સ્પિરિચુઅલ લોઝ ઓફ સકસેસ
દીપક ચોપરા
Gujarati Translation of The Seven Spiritual Laws of Success
સફળતા અને આધ્યાત્મ
આપણા સ્વભાવને કુદરતના નિયમોને અનુરૂપ બનાવી દઈએ તો કોઈ પ્રકારની ખાસ કોશિશ કર્યા વિના સુખી થઇ શકાય છે . દીપક ચોપરાના 'સેવન સ્પિરિચુઅલ લોઝ ઓફ સકસેસ' નો મુખ્ય આધાર આ સિંધ્ધાંત પર છે .જો કે આ પુસ્તકમાં લેખકે સાત સિંધ્ધાંતો પર ભાર મુક્યો છે .એમની સંખ્યા મહત્વની નથી,પણ એ શું બોધ આપવા માંગે છે તે મહત્વનું છે .આજના ધમાલિયા જીવનમાં સંતોષ અને સુખ મેળવવા આધ્યાત્મિક સ્તરે વિચારવાની જરૂર છે .
દીપક ચોપરાએ અનેક પુસ્તકો લખ્યા છે અને સ્વાસ્થ્ય તથા જીવનદર્શન એમના મુખ્ય વિષયો રહ્યા છે .આ પુસ્તકમાં લેખકે પ્રકૃતિ અને આધ્યાત્મના માધ્યમ દ્વારા જીવનસંચાલનનો માર્ગ સૂચવ્યો છે .
|