Saurashtrani Rasdhar (1 thi 5 Bhag Sampurna) By Zaverchand Meghani
સૌરાષ્ટ્રની રસધાર – ભા. ૧ થી ૫ (૧૯૨૩-૧૯૨૭) : (સયુંકત)
ઝવેરચંદ મેઘાણી
લોકસાહિત્યસંશોધનના પરિણામરૂપે પ્રાપ્ત થયેલા ઝવેરચંદ મેઘાણીના આ ગ્રંથોમાં કાઠિયાવાડની-સૌરાષ્ટ્રની પિછાન આપવાનો, પ્રાચીન સૌરાષ્ટ્રના હાર્દને પ્રગટ કરવાનો અભિલાષ છે. કેવળ પ્રાંતીય અભિમાનનું નહિં, પણ લોકસાહિત્યના ખંતનું એમાં બળ છે. સૌરાષ્ટ્રની શૌર્યવંતી વ્યક્તિઓના ઇતિહાસ અને એમનાં કૌવત રજૂ કરતી, અહીં ગ્રંથસ્થ થયેલી સો જેટલી કથાઓમાં યુદ્ધશોર્ય, પ્રેમવેર અને દગાવફાદારીને ઘણું ખરું કથ્ય કથાના અંશોથી, ત્વરિત-ગતિચિત્રોથી અને ભરપૂર રંગદર્શિતાથી ઉપસાવ્યાં છે. કથાઓ, લેખકનાં પુનઃસર્જનો છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
|