Shivparvati (Set Of 3 Books) By Pannalal Patel
શિવપાર્વતી (ગુજરાતી નવલકથા ) ભાગ-1 થી 3
પન્નાલાલ પટેલ (ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કૃત)
શ્રી પન્નાલાલ પટેલ દ્વારા 'શિવપુરાણ' આધારિત પૃથ્વીની ઉત્ક્રાંતિ-કથા
ભાગ-1 : સમુદ્રમંથન અને દક્ષનો યજ્ઞભંગ
ભાગ-2 કામદહન અને ત્રિપુરારિ
ભાગ-3 ગંગાવતરણ અને ઓખાહરણ
'શિવપુરાણ' આધારિત નવલકથા શ્રેણી
ગુજરાતીના પ્રસિદ્ધ નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર પન્નાલાલ પટેલે પ્રકૃતિથી અભિન્ન એવું ગ્રામજીવનનું આલેખન, લોકસંસ્કૃતિનું ઝીણવટભર્યુ નિરીક્ષણ અને મનુષ્યની સંકુલતાનું કાવ્યાત્મક નિરુપણ તેમની કૃતિઓમાં કર્યું છે. દેશના નામાંકિત લેખકોમાં તેમની ગણના થાય છે. સાહિત્યજગતમાં વિશેષ યોગદાન બદલ તેમને વર્ષ 1985માં ગૌરવવંતો રાષ્ટ્રિય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 1950માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. એમની જાનપદી-પ્રાદેશિક નવલકથાઓ દ્વારા ગુજરાતી નવલકથામાં ગ્રામિણ પ્રજાના સુખદુઃખનું આલેખન જોવા મળે છે. નવલકથાઓમાં કેન્દ્ર સ્થાને પ્રેમસંબંધો-લગ્નજીવનમાં ઊભી થતી પરિસ્થિતિઓનું વર્ણન આબેહૂબ તેઓએ કર્યું છે. તો ગ્રામજીવન-શહેરીજીવનનું આલેખન કરતી, માનવમનની આંટી-ઘૂંટીને રજૂ કરતી ઉત્તમ વાર્તાઓ પન્નાલાલે ગુજરાતી સાહિત્ય જગતને આપી છે.
|