શું તમારામાં ધંધો કરવાનો તરવરાટ છે ?
ડો .મધુભાઈ કોઠારી
સેલ્ફ ડેવલપમેન્ટ સિરીઝ -સામાન્ય જીવનને અસામાન્ય બનાવનાર દીવાદાંડીરૂપ પુસ્તક
બિઝનેસ શરુ કરવાનું વિચારો છો ?
તમારી પાસે આત્મબળની અખૂટ મૂડી છે .શૂન્યમાંથી સર્જન કરનારા અનેક વિરલાઓ છે . આ પુસ્તકમાં આવી વિભૂતિઓની સાચી વાતો આપેલી છે . સફળ બિઝનેસમેન માટે આવશ્યક ગુણોની વિશદ સમજ અહીં આપેલ છે .બિઝનેસમાં અનિવાર્ય આયોજનથી માંડીને સર્વ સુક્ષ્મ બાબતોની રસપ્રદ ચર્ચા અહીં છે .જેમ કે કર્મચારીઓની પસંદગી, સારા માલિક કેમ બનાય તેનો કીમિયો, કર્મચારી પાસે કામ લેવાની રીતો ,માલના ઉત્પાદન, માર્કેટિંગ, વિજ્ઞાપન, સેલ્સમેનની પસંદગી વગેરે પ્રશ્નોની અહીં સવિસ્તાર છણાવટ આપેલ છે .આ પુસ્તક તમને સફળ બિઝનેસમેન થવાની દિશામાં લઇ જશે
|