Sukh Samarthya Samruddhi ane Vicharona Chamatkar by Swet Mardon
સુખ,સામર્થ્ય ને સમૃદ્ધિ અને વિચારોના ચમત્કાર
સુપ્રસિદ્ધ અમેરિકન લેખક ઓરીસન સ્વેટ માર્ડનના 'પીસ,પાવર એન્ડ પ્લેન્ટી' અને 'મિરેકલ ઓફ રાઈટ થોટ' એ બે પુસ્તકોનો અનુવાદ આ ગ્રંથમાં આપ્યો છે.આ ગ્રંથ એવો બોધ આપે છે કે 'તમારો આદર્શ એ એવી ભવિષ્યવાણી છે કે જે વાણી અંતે તમને પ્રત્યક્ષ થવાની જ,' અને 'તમારું વિચારબળ એ તમારા 'નસીબ' નું જ બીજું નામ છે;'કેમ કે વિચારના બળ વડે આપણે આપણા કલહકંકાસને સલાહશાંતિમાં,રોગને તંદુરસ્તીમાં,અંધકારને પ્રકાશમાં,નિરાશાને આશામાં,તિરસ્કારને પ્રેમમાં અને ગરીબાઈને તથા નિષ્ફળતાને આબાદી તથા સફળતાના સ્વરૂપમાં ફેરવી નાખવાને શક્તિમાન થઈએ છીએ.
|