The 8th Habit (Gujarati Edition) by Stephen R. Covey
આઠમી આદત - અસરકારકતા થી મહાનતા સુધી પહોંચવાની ચાવી
લાખો કરોડો લોકોને પ્રેરણા આપનાર આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર ‘ ધ ૭ હેબીટ્સ ઇફેક્ટિવ પીપલ’ ના પ્રકાશન પછી દુનિયા જાણે નાટકીય રીતે બદલાઈ ગઈ છે. આપણે આપણા સંબંધો, પરિવારો, વ્યવસાયક્ષેત્રો અને સામાજિક સંસ્થાઓમાં જે કોઈ મુશ્કેલીઓ કે જટીલતાઓનો સામનો કરતા હતા એને નવું પરિમાણ મળ્યું છે. કોવેના શબ્દોમાં કહીએ તો નવા Knowledge Worker Ageમાં સંપૂર્ણપણે ખીલવા સરસાઈ મેળવવા અને નેતૃત્વ પૂરું પાડવા માટે અસરકારકતાથી આગળ વધીને મહાનતા સુધી પહોંચવું પડશે. માનવીય પ્રતિભા અને પ્રેરણાના નવા સ્તરો સુધી પહોંચવા માટે આજની વાસ્તવિક જરૂરિયાત છે – વિચારપ્રક્રિયમાં ફેરફાર, નવા વિચારો, નવું કૌશલ્ય, નવા સાધનો એટલે કે સંપૂર્ણ નવી આદત.
“ ‘૮મી આદત’ એ શાનદાર પુસ્તક છે. મારા મત મુજબ એ કૉવેનું મહત્વપૂર્ણ કામ છે અને આત્માનો વિજય છે.”
-વોરેન બેનિસ, ‘ઑન બિક્મિંગ અ લીડર’ ના લેખક
“મોટી કંપનીઓમાં સારાં પરિણામો મેળવવા આએ ખૂબ જ દુર્લભ કૌશલ્ય છે અને આ પુસ્તક આ કેવી રીતે કરવું તે શીખવે છે.”
-કેવિન રોલિન્સ, DELL INC.ના પ્રમુખ અને CEO
“ ‘૮મી આદત એ ખરેખર શ્રેષ્ઠ કૃતિ છે. દરેક વ્યક્તિએ વાંચવી જ જોઈએ. વ્યક્તિગત અને સંસ્થાકીય નેતૃત્વના આ સિદ્ધાંતોને અનુસરીએ, તો સેવા અને સંતોષના ઉચ્ચ સ્તર અને ગાઢ પ્રતિબદ્ધતા તરફ માનવીય પ્રતિભાને તે પ્રેરે છે. આ પુસ્તક હું મારા સાથી કર્મચારીઓને ભેટ તરીકે આપીશ, કારણ કે મારા ભાવિ સાહસો માટે આ પુસ્તક એ બધા લોકોએ વાંચવું અનિવાર્ય બનશે.”
હોર્સ્ટ શુલ્ઝ, રિટ્ઝ – કાર્લટન હોટેલ કંપનીના ભૂતપૂર્વ પ્રમુખ અને COO
|