The Steve Jobs Way (Gujarati Edition)
સ્ટીવ જોબ્સ મંત્ર -આઈ લીડરશીપ નવી પેઢી માટે
જે ઇલિયટ, ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ, એપલ કોમ્પ્યુટર્સ
એપલના શોધક સ્ટીવ જોબ્સે પૈસાના અભાવે અભ્યાસ છોડી દીધો, પરંતુ જે કોઈ વિષયમાં રસ પડે, એ વર્ગમાં બેસી જતો હતો. વિદ્યાર્થી નહીં હોવાથી હોસ્ટેલનો રૃમ એની પાસે નહોતો. મિત્રના રૃમમાં જમીન પર સૂતો હતો. 'કોક'ની બોટલ વેચીને અથવા તો પાછી આપીને ભોજન ખરીદતો હતો. દર રવિવારે રાત્રે બાર કિલોમીટર પગપાળા ચાલીને હરેકૃષ્ણ મંદિરે જતો હતો, જેથી અઠવાડિયામાં એક વાર સારું ભોજન પ્રાપ્ત થાય. પણ આ કપરા કાળમાં એણે ઘણી નવી વસ્તુઓ શીખી લીધી. એને કેલિગ્રાફીમાં રસ પડયો અને શીખવાનું શરૃ કર્યું.
એ પછી દસ વર્ષ પછી મેકિન્ટોઝ કોમ્પ્યૂટર બનતું હતું, ત્યારે એને કેલિગ્રાફીનું સ્મરણ થયું અને એમાંથી એ સમજ્યો કે બિંદુઓને જોડતા રેખા બને છે. ભવિષ્યને જોઈને આ બિંદુઓ જોડી શકાતા નથી, પરંતુ એ બિંદુઓને જોડવા માટે ભૂતકાળમાં જવું પડે છે. આ બિંદુઓ એકઠા કરતી વખતે એવો ભરોસો રાખવો પડે છે કે ભવિષ્યમાં એ રેખા બનશે. એ વિચાર સાથે સ્ટીવ જોબ્સે પોતાના આત્મવિશ્વાસ પર, જીવન પર, પ્રારબ્ધ પર અને કર્મો પર ભરોસો રાખ્યો અને જ્વલંત સફળતા મેળવી.
|