Vansh-Vichhed (Set Of 4 Books) (Novel) By Mahesh Yagnik
વંશ વિચ્છેદ (ભાગ 1 થી 4 )
મહેશ યાજ્ઞિક
દિવ્ય ભાસ્કરની ‘સન્ડે ભાસ્કર’ પૂર્તિમાં આવતી લોકપ્રિય કોલમ ‘કથા સરિતા’ના લેખક મહેશ યાજ્ઞિક છે. લેખનની શરૂઆત કવિતાથી કરી. એ અગાઉ શાળાકીય અભ્યાસ દરમિયાન યોજાયેલા રાજ્ય યુવક મહોત્સવમાં નિબંધમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ત્યાર પછી ટૂંકી વાર્તા પર હાથ અજમાવ્યો. સૌપ્રથમ નવલકથા ‘ખેલંદો’ પ્રસિદ્ધ ગુજરાતી સામિયકમાં ધારાવાહિક નવલકથા સ્વરૂપે પ્રસિદ્ધ થઇ. એ પછી ‘રેશમ ડંખ’, ‘છળ કપટ’, ‘શોધ-પ્રતિશોધ’, ‘પ્રેમ-પ્રપંચ’, ‘વેર શિખર’ અને ‘વંશ વિચ્છેદ’ નવલકથાઓ લોકપ્રિય બની.
|