Ved Vyas Rachit Shree Markandey Puran
માર્કેંડેય પુરાણ
"શ્રી માર્કંડેય પુરાણ" માં મહામુની માર્કંડેયનું જીવનચરિત્ર અદભુત અને અનેક રહસ્યોથી ભરેલું છે. તેમનું જીવનચરિત્ર આ ગ્રંથમાં આપવામાં આવ્યું છે. મહામુનિ માર્કંડેયને અન્ય કોઈને ન મળેલ તેવું સાત કલ્પોનું જ્ઞાન સાક્ષાત શેષશાયી નારાયણ ભાગવાને આપ્યું હતું. બ્રહ્મદેવે અને સપ્તર્ષિઓએ તેમને ચિરંજીવી બનાવ્યા હતા અને ભગવાન શંકરે તેમને યમપશાથી છોડાવ્યા હતા.આવું અદ્ધીતીય દીર્ઘ આયુષ્ય ભોગવનાર મુનીશ્વરનું જ્ઞાન અગાધ અને અપાર હોય તેમાં શંકા નથી. તેમણે રચેલા માર્કંડેયપુરાણનો અનુવાદ કરતા તેની અદભુત શૈલી અને રસવૃતીનો અનુભવ મેળવી હું કૃતકૃત્ય થયો છું. ધર્મ વિના કોઈને ચાર પુરુષાર્થ સિદ્ધ થઇ શકતા નથી. આ બધા પ્રસંગો પુરાણ વાંચનાર અને સંભાળનારને ધર્મના માર્ગ જ લઇ જાય છે.
|