Aghorio Sathe Paach Divas
અઘોરીઓ સાથે પાંચ દિવસ
સુરેશ સોમપુરા
પ્રસ્તુત પુસ્તકમાં અઘોરીઓ મનની શક્તિ વડે વિવિધ પ્રયોગો કરતા તેનું વર્ણન છે. ખરેખર તો અઘોરીઓ પણ જાણતા ન હતા કે આવી સિધ્ધિઓ તેઓ મનની શક્તિઓ વડે કરે છે. પણ સોમપુરાજીએ વિજ્ઞાનનો આધાર લઈને એ વાતો પુસ્તકમાં સમજાવવાનો પ્રયત્ન કરેલ છે.
શ્રી સોમપુરાજીએ અઘોરીઓની ‘આત્મા’ સાથે વાત કરવાની પ્રક્રીયાને ventriloquism વડે સમજાવી છે. કોઈ વ્યક્તિ હોઠ ફફડવ્યા સિવાય પણ વાત કરી શકે તે કલાને ventriloquism કહેવાય. આથી અઘોરી જ્યારે સામે પડેલી ‘ખોપડી’ સાથે વાત કરતો હોય ત્યારે ખરેખર તો ‘ખોપડી’ જ્યારે જડબું હલાવે ત્યારે અઘોરી પોતે જ હોઠ ફફડાવ્યા વગર બોલતો હોય છે. તેઓએ ‘કલ્પના યોગ’ પર લખ્યું છે.
|