મેન આર ફ્રોમ માર્સ, વિમન આર ફ્રોમ વિનસ
જ્હોન ગ્રે
અનુવાદ : સુધા મેહતા
Gujarati Translation of 'Men Are From Mars, Women Are From Venus'
By John Grey
સ્ત્રી-પુરુષ સંબંધો ઉપર લખાયેલ સૌથી પ્રખ્યાત પુસ્તક
જ્હોન ગ્રે રચિત પુસ્તક 'મેન આર ફ્રોમ માર્સ, વિમન આર ફ્રોમ વિનસ' દ્વારા હજારો દંપતીઓ પોતાના સંબંધોમાં મૂળભૂત પરિવર્તન લાવી શક્યા છે. આજે એક આધુનિક શિષ્ટ ગ્રંથ તરીકે ગણના પામેલું આ પુસ્તક એક વિલક્ષણ રચના છે જેને પરિણામે સ્ત્રી અને પુરુષ એ સમજી શક્યા છે કે તેઓ ખરેખર કેટલાં ભિન્ન છે. અને પોતાની જરૂરિયાતોનો સંદેશો સામી જાતિની વ્યક્તિને કઈ રીતે પહોચાડવો જેથી સંઘર્ષ પેદા ન થાય અને નાજ્દીકીને વધારવા માટે પૂરતી તકો મળતી રહે .
જ્હોન ગ્રેનું પુસ્તક 'મેન આર ફ્રોમ માર્સ એન્ડ વીમેન આર ફ્રોમ વિનસ' એ દર્શાવે છે કે પુરુષના સ્વભાવ પર મંગળ અને સ્ત્રીના સ્વભાવ પર શુક્રના ગ્રહોની અસર છે .લેખકની રજૂઆત સરળ અને સચોટ હોવાથી આ પુસ્તક સામાન્ય વાચકને આકર્ષી શક્યું છે
આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ પુરુષો જેટલી જ સફળ થઇ છે .લેખક કહે છે -બંનેના મૂળ સ્વભાવનો તફાવત આપણે ભૂલી ગયા છે જેના લીધે ઘણી વાર ગેરસમજ ઉભી થતી હોય છે પુરુષ અને સ્ત્રી એકબીજાની પ્રકૃતિને સમજી અને સન્માન આપી વર્તન કરે તો ઘણી ગેરસમજૂતીઓ દુર થઇ શકે છે . આધુનિક જીવનની વધતી જતી અસંગતતાની આપણે ફરિયાદો કરીએ છીએ તેને ઓછી કરવા આ પુસ્તકમાં દર્શાવેલા ઉપાયોને અમલમાં મૂકી શકાય
આ પુસ્તક તમને સમજાવશે કે કઈ રીતે -
-
સ્ત્રી-પુરુષના સંબંધો પ્રેમભર્યા અને ટકાઉ બનાવવા
-
સામી વ્યક્તિનો મૂડ ઓળખવો અને તેમાં કઈ રીતે અસરકારક પ્રતિભાવ આપવો
-
પાછળ પડ્યા વિના કે બળજબરી કાર્ય વિના પણ પોતાને જોઈએ તે મેળવવું
-
મુશ્કેલ લાગણીઓને વહેંચવી
-
દલીલબાજીની પીડા ટાળવી
-
પોતાના સાથીદાર,સહકાર્યકર્તાઓ કે મિત્રો ને પહેલાં કરતાં વધુ સારી રીતે સમજવા
|