Sahjivan Nu Pratham Pagathiyu – Avantika Gunvant
લગ્ન કરીને એક તદ્દન અપરિચિત કે અલ્પપરિચિત વ્યક્તિને જીવનમાં પ્રવેશ આપીને એની સાથે હાથમાં હાથ ભેરવીને જીવનના અગોચર નૂતન પ્રદેશમાં ડગ માંડવાં એ ખરેખર સાહસનું કામ છે. એ અજાણ્યા પથમાં સંકટ આવે કે દુઃખ આવે ત્યારે ખભે ખભો મિલાવીને આગળ વધવું અઘરું છે ત્યારે દુઃખ કે તકલીફ કોના કારણે આવ્યાં એવું વિચારવાનું નહીં પણ જે સમસ્યા કે સંકટ આવ્યાં એની સામે બેઉએ એક થઈને લડવાનું છે, એવા ઐક્યની અનુભૂતિ સાહજિક રીતે થાય એ માટે બેઉએ મથવાનું છે. લગ્ન પછીનું સહિયારું જીવન બેઉ જણાં પ્રયત્ન કરે તો જ મધુર અને સંવાદિતાભર્યું બને.
|