Prit Kiye Sukh Hoy By: Jay Vasavda
પ્રીત કિયે સુખ હોય .....
- જય વસાવડા
Prit Kiye Sukh Hoy
પ્રેમ વિશે ગુજરાતીમાં ઘણું બધું લખાયું છે, પરંતુ જય વસાવડાનું આ પુસ્તક વાંચીએ તો લાગે કે પ્રેમ અંગે ગુજરાતીમાં પ્રથમ વખત કંઇક લખાયું ! હા, પ્રેમ અંગે ગુજરાતીમાં અગાઉ લખાયેલા સેંકડો-હજારો પુસ્તકો કરતા આ અલગ છે, વિશિષ્ટ છે .અહીં આ પુસ્તકની પ્રેમગલીઓમાં ક્યાંક આપણને મેઘદૂતમ ગાતા કાલિદાસ મળી જાય છે, તો ક્યાંક સોનલને ઝંખતા રમેશ પારેખનો ભેટો થઇ જાય છે . કોઈક વળાંક પર સંત વેલેન્ટાઈન પ્રેમ વહેંચી રહ્યા છે અને તેમના અનુયાયીઓને કનડતા દુષ્ટો પાછળ ખુદ લેખક ઉઘાડી તલવાર લઇ દોડી રહ્યા છે . કોઈ ચોક પર ફિલ્મસર્જક ઈમ્તિયાઝ અલી પોતાની કથા કહી રહ્યા છે, તો એમની અડોઅડ જ બેસીને હોલીવૂડનો કોઈ સર્જક પ્રેમનો મહિમા ગાઈ રહ્યો છે .
આ જય વસાવડાની પ્રેમનગરી છે ! રીતો અહીં જુદો છે, રીવાજો નોખા છે . જેથી જ અહીં પ્રીત કીયે દુઃખ નથી થતું કિન્તુ સુખ થાય છે .
-કિન્નર આચાર્ય
|