Pan, Hu To Tane Prem Karu Chhu By: Dr. Hansal Bhachech
“પણ,હું તો તને પ્રેમ કરું છુ”
લે-હંસલ ભચેચ
આજે આપણૉ સમાજ પુરુષ પ્રધાન છે,અને પુરુષ લેખકો માટે સિમોન દ’બુવ્વાર નું’સેકન્ડ સેક્સ’પુસ્તક્ હાથવગુ હથિયાર છે.જે પુસ્તકના અનુસંધાને સ્ત્રીઓને સેકન્ડ સેક્સનું માધ્યમ ગણૅ છે,પણ મારાં માનવાં મૂજબ હું સેકન્ડ સેક્સ માનવાં તૈયાર નથી.માનવિય જીવન લગ્ન અથવા એક સ્ત્રી અને પુરુષનાં સંબધનું વર્તુળ રચાય છે ત્યારે દરેક પુરુષના જીવનમાં આવતી સ્ત્રી ઇશ્વરે આપેલા કુમળા છોડ સમાન છે જેને તમારા દિલના અરમાનોની કોમળ માટીમાં રોપી અને તેને માવજતથી ઉછેરવો પડે છે.
આજે જે વાત કરવી છે એ હંસલભાઇ ભચેચના પુસ્તક- પણ,હું તો તને પ્રેમ કરું છું.આ પુસ્તક મારા માનવા મુજબ દરેક સ્ત્રીઓ અને પુરુષોએ વસાવવા જેવું છે.
મોટા ભાગે સ્ત્રી અને પુરુષના સંબધો વિશે કોઇ પુસ્તકનું અનુમાન કરે તો કામસુત્ર અને એને લગતા વિષયોના મનમા ખ્યાલો ઉભરી આવે છે.
આ પુસ્તકની વિશેષતા એ છે કે સ્ત્રી અને પુરુષોના રોજિંદા જીવનના માનસિક અને શારીરિક વિષયો ખૂબ જ સુંદર રીતે આલેખન કર્યું છે.છણાવટ કરવાની ભચેચ સાહેબની અનોખી કલા છે.કારણકે ભંચેલ સાહેબની અંદર એક કવિ અને રમુજ બંને એકી સાથે જીવે છે.
|