Ayurvedic Paddhatie Garbhsanskar Dwara Uttam Ichchit Santan By Vaidshri Shobhan
આયુર્વેદિક પદ્ધતિએ ગર્ભસંસ્કાર : ઉત્તમ ઇચ્છિત સંતાન
-વૈધશ્રી શોભન
ઉત્તમ અને ઇચ્છિત બાળક માટેનું આયોજનકેવી રીતે કરવું?
આપણા પૂર્વજોએ ઉપકારક જ્ઞાન-વિજ્ઞાનનો વારસો આપેલ છે.કેટલીક બાબતો આજના યુગમાં આપણે ખાસ અજમાવવા જેવી છે તેમાંની 'પુંસવન સંસ્કાર'ની બાબત સંતતિનિયમનના અને ઉત્તમ સંતતિના હેતુ માટે ખાસ અપનાવવા જેવી છે.
આયુર્વેદમાં એટલે કે આપણાં વેદોમાં શ્રષ્ઠ સંતાન ને વધુ મહત્વ અપાયુંછે, અને તેથી જ શ્રેષ્ઠ સંતાનને ઇચ્છિત સંતાન પ્રાપ્તિમાટેના ઉપાયોશાસ્ત્રમાં બતાવેલાં છે.
આયુર્વેદમાં વર્ણવેલ પુંસવન સંસ્કાર પ્રયોગપણ આનો જ એક ભાગ છે. આ પુંસવન દ્વારા ઇચ્છા પ્રમાણેનું સંતાન પ્રાપ્ત કરીશકાય છે. તેથી સર્વ પ્રથમ જ્યારે પણ સંતાન માટેની વિચારણા કરવાની હોયત્યારે પતિ-પત્નિ બંન્ને એ પુંસવન સંસ્કાર માટે એક વાર જાણવું અને સમજવુંઅત્યંત આવશ્યક છે.
આ પુંસવન સંસ્કાર એ આપણાં ઋષિઓએ સ્વ્સ્થ અનેઉન્ન્ત સમાજવ્યવસ્થા માટે બતાવેલાં મનુષ્યના જીવન દરમ્યાન કરવા માટે અતિઆવશ્યક એવા ૧૬ સંસ્કારોમાંનો એક સંસ્કાર જ છે. અને તેથી તેનું મહત્વ એકઅલગ જ છે.
આ પુંસવન સંસ્કાર પાછળ આપણાં આચાર્યોએ બે હેતું બતાવેલ છે; ૧. ઉત્તમ બાળક અને ૨. ઇચ્છિત બાળક.
|