પ્રાચીન અર્વાચીન ગર્ભવિજ્ઞાન
ગર્ભસંહિતા ( ભાગ -2 )
અર્કેશ જોશી
'ગુજરાત સમાચાર' ની બુધવારની પૂર્તિ 'શતદલ' માં પ્રગટ થયેલ ગર્ભસંહિતા'ના લેખોની શ્રેણી ( ભાગ -૨ )
સુપ્રજનનશાસ્ત્ર જેવા સમગ્ર વિશ્વમાં વણખેડાયેલા વિષય વિશે આટલું ઊંડું અને વિસ્તૃત સંશોધન ક્યાંય થયું નથી .
" બાળકને ગર્ભમાંથી શિક્ષણ મળે તો શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય "
ગર્ભાવસ્થામાં બાળકને સંસ્કારનું પ્રદાન એ જીવનભરનું મૂડીરોકાણ છે
વેદ અને આયુર્વેદમાં ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરવાનાં પ્રયોગોને વર્તમાન સમયમાં પણ સાકાર કરવા દંપતિઓએ પ્રયત્ન કરવો જોઈએ . પોતાનાં સંતાન આદર્શ હોય તેવી મહેચ્છા પૂરી કરવા તેમણે આદરેલો યજ્ઞ સફળ થશે જ .લગ્નના પવિત્ર બંધને જોડાયેલાં નવદંપતી કે જેઓ સાચા અર્થમાં પરમ સુખમય દાંપત્યજીવન ગાળવા ઇચ્છે છે અને જેમના ઉચ્ચ આદર્શો છે અને જેઓ સર્વગુણસંપન્ન આદર્શ સંતતિની ઝંખના સેવે છે તેવાં નવદંપતીએ ફાધર વાલેસનું ‘લગ્ન સાગર’ અને ગાયનેકોલોજિસ્ટ ડો. નીલેશ પટેલનું ‘ગર્ભસંહિતા’ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ.
Also Available Part -1,2,3 & 4
|