Balkone Develop Kevi Rite Karso? By Avantika Gunvant
બાળકોને Develop કેવી રીતે કરશો? (જીવનના મૂળભૂત મૂલ્યોની વાત)
અવંતિકા ગુણવંત
આજકાલ ચારે બાજુ બાળકોના સાચા અને સારા ડેવલપમેન્ટની ચર્ચાઓ ચાલી છે. આજના સ્પર્ધાત્મક યુગમાં કોઈ પણ બાળકનો સર્વાંગી વિકાસ જ તેને આવતીકાલનો સફળ નાગરિક બનાવી શકશે પ્રશ્ન થાય છે,ડેવલપમેન્ટ એટલે શું? બાળકને પૂર્ણ માનવ બનાવવાની પ્રક્રિયા એજ સાચું ડેવલપમેન્ટ આ એક સંસ્કાર પ્રક્રિયા છે.
આજના સમયમાં જીવન ઘડતરની દ્રષ્ટિએ જોતા આપણને એમ લાગે કે આપણે નિષ્ફળ જઈ રહ્યા છે. વાલીઓ અને બાળકો વચ્ચે સુમેળનો સંપૂર્ણ અભાવ દેખાય છે. બંને વચ્ચેની લય ખોરવાઈ ગયો છે.એક વાતે આપણે સૌ સમંત છીએ કે જરૂર કયાંક ભૂલ થઇ રહી છે.
દુનિયાના મહાન કેળવણીકારોએ એક જ વાત કરી છે- બાળકને સમજો, એની ટીકા ન કરો, પ્રેમથી એને સમજાવો, કારણકે બાળક એક જ ભાષા સમજે છે, તે ભાષા છે પ્રેમની
આ પુસ્તક તમારા બાળકના શ્રેષ્ઠ ડેવલપમેન્ટ માટેની ઉત્તમ ગાઈડ છે. બાળકના શિક્ષણથી લઈને તેના સ્વભાવ અને કેળવણીના અનેક મુદ્દાઓની વાત અહીં કરી છે જીવનના આ મહાયુદ્ધમાં તમારું બાળક કઈ રીતે સંતુલન જાળવી વિજેતા બની શકે એની મહત્વની વાતો આ પુસ્તકમાં પાને પાને જાણવા મળશે
પોતાના બાળકનો ઉત્તમ વિકાસ કરવા માંગતા દરેક માં-બાપ માટે આ પુસ્તકની વાતોને અમલમાં મુકવી અનિવાર્ય છે.
|